જામનગર મોર્નિંગ,6/1 જામનગર : જામનગરના સ્વામીનારાયણ નગરમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓએ દુઃખ-ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવાતા મહિલા પોલીસ મથક દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગરના સ્વામીનારાયણનગર શેરી નં. 4 ખાતે રહેતા નયનાબેન વિજયભાઇ સોલંકી નામની પરિણીતાને પતિ વિજયભાઇ મોહનભાઇ, સાસુ હિરુબેન મોહનભાઇ, સસરા મોહનભાઇ કરશનભાઇ, દિયર મેહુલભાઇ મોહનભાઇ, જેઠ સુરેશભાઇ મોહનભાઇ, જેઠાણી બીનાબેન સુરેશભાઇ, દાદીજી સાસુ બાલુબેન કરશનભાઇ, મામાજી સસરા દિપકભાઇ કરશનભાઇ, માસીજી સાસુ વિજ્યાબેન કરશનભાઇ નામના સાસરીયા પક્ષના સભ્યો સામે પોતાને લગ્નજીવન દરમ્યાન નાની-નાની વાતમાં ઝઘડો કરી ચારિત્રય અંગે શંકા વ્યક્ત કરી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ મથકે નયનાબેન સોલંકી ફરિયાદ નોંધાવાઇ છે.