જામનગર મોર્નિંગ - જામનગર 
લાલપુર તાલુકાના ઝાખર ગામે અંગ્રેજીદારૂની બોટલ સાથે શખ્સની સ્થાનિક પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના ઝાખર ગામેથી મેઘપર પોલીસે મીતેશસિંહ માનસિંહ સોલંકી નામના શખ્સને રૂ. 500ની કિંમતની અંગ્રેજી દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી આગળ ધપાવી હતી.