જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક સિધ્ધનાથ સોસાયટી શેરી નં.1માંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી બે મહિલાઓ સહિત પાંચ આરોપીઓની એલસીબીની ટીમે ધરપકડ કરી છે. તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. 
મળતી વિગત મુજબ જામનગરની સ્થાનિક ગુન્હા શાખાની ટીમે પૂર્વ બાતમીના આધારે સિધ્ધનાથ સોસાયટી શેરી નં.1માં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી મહિલાઓ ભગવતીબેન જયેન્દ્રસિંહ જાડેજા અને સોનલબેન ભગવાનજીભાઈ પંડ્યા ઉપરાંત જયુભા વક્તાજી પરમાર, ચંદુભા વક્તાજી પરમાર અને અનિરુધ્ધસિંહ ભૂપતસિંહ દેદા વગેરે પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ. 7400ની રોકડ રકમ અને ગંજીપાનાના જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.