જામનગર મોર્નિંગ - દ્વારકા૧૦/૧ : દ્વારકામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સને પોલીસે રોકડ-રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ દ્વારકામાં એક મંદિર પાસે સ્મશાનની બાજુમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા કમલેશ ગોવીંદભાઈ પરમાર, રમેશ અરજણભાઈ મુછડીયા, હેમંત સુરેશભા માણેક અને તોસીફ સત્તારભાઈ ખલીફા નામના ચાર શખ્સોને રૂ. 6340 રોકડા તથા ઘોડીપાસા નંગ-2 સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.