મૃતક ગીરસોમનાથ જિલ્લાના ગુંદરણ ગામનો વતની : પોલીસે તપાસ હાથ ધરી 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના અંધાશ્રમ ફાટક પાસે ગઈકાલે સવારે ટ્રેન હડફેટે આવી જતા ગીરસોમનાથ જિલ્લાના યુવાનના મોતથી અરેરાટી ફેલાઈ જવા પામી છે આ બનાવ અંગે સીટી સી પોલીસે સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગુદરણ ગામે રહેતા વિજય સુરેશભાઈ જેઠવા (ઉ.વ.20) નામના યુવાનનું ગઈકાલે સવારે દશેક વાગ્યે અંધાશ્રમ ફાટક વિસ્તારમાં શંકરના મંદિર પાસે રેલવે ટ્રેક પર પ્રસાર થતી ટ્રેન હડફેટે ચડી જતા શરીરે ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતા સીટી સી ડિવિઝન એ.એસ.આઈ. એ.સી.નંદા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબ્જો સંભાળી લાશને પીએમ અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપી પરિવારને જાણ કરી હતી. આ બનાવથી મૃતકના પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે.