જામનગર મોર્નિંગ, 6/1 જામનગર : જામજોધપુર પંથકમાં કારચાલકે બુલેટ ચાલકને ઠોકર મારી પછાડી દેતાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવેલ છે, આ બનાવ અંગે ઇજાગ્રસ્ત બુલેટચાલક યુવાનની ફરિયાદ પરથી સ્થાનિક પોલીસે કારચાલક સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુરમાં ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતા હિરેનભાઇ કિશોરભાઇ ખાંટ (ઉ.વ. 37) પોતાનું જીજે-17-જે-7641 નંબરનું બુલેટ ચલાવી રોડ પરથી પસાર થતાં હોય દરમ્યાન જીજે-3-એચ-એ-7165 નંબરની હુન્ડાઇ કારના ચાલકે પુરઝડપે ચલાવી બુલેટ સાથે અકસ્માત સર્જતા હિરેનભાઇ ખાંટને ફંગોળાઇ જવાથી મોઢા પર અને માથાના તથા જમણા પગમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા છે, અકસ્માત સર્જી નાસી જનાર હુન્ડાઇ કારચાલક સામે તેઓએ જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એમ.એલ. જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.