જામનગર મૉર્નિંગ - દ્વારકા૧૦/૧ : કલ્યાણપુરના ભાટવાડીયામાં વૃધ્ધનું હ્નદયરોગના હુમલાથી મોત નિપજતા સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ કલ્યાણપુરના ભાટવાડીયામાં રહેતા ભીખાભાઇ સવદાસભાઇ માડમ નામના 73 વર્ષના વૃધ્ધ છેલ્લા ચાર વર્ષથી પક્ષઘાતની બીમારીથી પીડાતા હોય દરમિયાન બુધવારે તેઓનું હ્નદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડતા મોત નિપજતા સ્થાનિક પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.