જામનગર મોર્નિંગ - જામનગર ૧૦/૧ :જામનગરમાં અગ્નિસ્નાન કરી લેતા પ્રૌઢનું મોત નિપજતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં આવાસ કોલોની ધરાર નગર-2માં બ્લોક નં.11, રૂમ નં. 5માં રહેતા કિરીટસિંહ ગોવુભા ચુડાસમા 50 વર્ષના પ્રૌઢે તા.  જાન્યુઆરીના દિવસે પોતાની કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.