સંસ્થાને મળતું "ડોનેશન" ક્યાં ખર્ચ થાય છે? ઉઠવા પામતો સો મણનો સવાલ 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં એક જાણીતી સંસ્થા દ્વારા મહિલાઓ, બાળકો માટેની વિવિધ વાનગી, ડ્રેસ સહિતની અનેક સ્પર્ધાઓમાં યોજવામાં આવે છે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલાઓ, યુવતીઓ અને બાળકોએ સ્પર્ધાની સામગ્રી સ્વખર્ચે ઘરેથી લઈ આવવાની રહે છે. બાદ સંસ્થા દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો હોય છે. જેમ કે મહેંદી સ્પર્ધા, વાનગી સ્પર્ધા વિગેરે પરંતુ સ્પર્ધકો સ્વખર્ચે સ્પર્ધાની સામગ્રી ઘરેથી લઈ આવે છે. બાદ સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓમાં રજૂ કરે છે. બાદ નજીવા ઇનામો વિતરણ કરી દેવાય છે જેથી સ્પર્ધકોને બધું "માથે"પડે છે. 
અહીં સવાલ એ થાય છે કે જાણીતી સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય, સ્પર્ધાની પ્રવૃતિઓ તો યોજાય છે અને બહારથી પુષ્કળ સંસ્થાને "ડોનેશન" મળે છે છતાં નજીવા "ખર્ચ" થી જ રોળવી લેવાતું હોય. આ "ડોનેશન" ક્યાં ખર્ચવામાં આવે છે? તે એક સો મણનો સવાલ છે.