જામનગર મોર્નિંગ - જામનગર ૧૦/૧ : જામનગરમાં સ્વાઈન ફ્લુની બીમારીએ ફરીથી માથું ઉચક્યું છે જામનગર મહાનગરપાલીકાના એક અધિકારી જ સ્વાઈન ફ્લુની લપેટમાં આવી ગયા છે અને તેઓને જી.જી. હોસ્પીટલના આઇશોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. આ અહેવાલ મળતા જામ્યુકોના વર્તુળમાં દોડધામ મચી ગઈ છે. જામનગર મહાનગરપાલીકાના એસ્ટેટ શાખાના અધિકારીને બુધવારે વહેલી સવારથી જ તાવ, શરદી, ઉધરસ વગેરેની તકલીફ થતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓના લોહીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા જેનો ગુરુવારે રિપોર્ટ આવતા તેઓને સ્વાઈન ફ્લુની અસર હોવાનું જાહેર કરાયું હતું જેથી તેમને તુરંત જ સ્વાઈન ફ્લુ માટેના આઇશોલેશન વોર્ડમાં સ્વીફ્ટ કરવામાં આવ્યા છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અહેવાલ મળતા જામ્યુકોના વર્તુળમાં દોડધામ મચી ગઈ છે. હાલ જામનગરની જી.જી. હોસ્પીટલમાં સ્વાઈન ફ્લુના વોર્ડમાં બે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.