જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : ભારતીય નૌ સેનાએ વાલસુરા દ્વારા 62મી આંતર સૈન્ય ભારતસેના સ્પર્ધા યોજાઈ હતી. ત્રણ દિવસીય આ સ્પર્ધામાં ભારતીય સેનાની બે ટીમ (આર્મી રેડ તથા આર્મી ગ્રીન) સહિતની ટીમ જોડાઈ હતી ટીમના ચેમ્પીયનને સર્વશ્રેષ્ઠ ભારતોલક મેડલથી સન્માનિત કરવામાં આવેલ. આ વેળાએ ભરતીય નૌ સેના વાલસુરા કમાન અધિકારી કમોડોર સી.રઘુરામ, વી.એસ.એમ. તથા ત્રણેય દળના અધિકારીઓ સંયુક્ત રીતે હાજર રહ્યા હતા.