જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના રાંદલનગર વિસ્તારમાં અનિરૃદ્ધસિંહ ભીખુભા વાઘેલા ઉર્ફે અનિયાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો પડયો હોવાની બાતમી મળતા ગઈકાલે બપોરે સિટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી દારૂની 7 બોટલ મળી આવી હતી. પોલીસે અનિરૃદ્ધસિંહની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે આ જથ્થો શાંતિનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ કલુભા ઉર્ફે હિતિયા રાઠોડ પાસેથી લીધો હોવાની કબૂલાત મળી હતી. 
આ પછી સર્વેલન્સ સ્ટાફના ચંદ્રવિજયસિંહ, હિતેન્દ્રસિંહ તથા કિશોર પરમારને મળેલી બાતમીના આધારે શાંતિનગર-૧માં રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતિયા રાઠોડના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી. જયારે આરોપી પોલીસના દરોડા પહેલા નાસી જવામાં સફળ થયો હતો.