શહેરની ભાગોએ આઠથી વધુ સ્થળે ન્યુયર પાર્ટીનું આયોજન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી વાહનોનું ચેકિંગ કરાયું 




જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેર અને આસપાસની હાઇવે હોટલ-ખાનગી-પ્લોટ વગેરે સ્થળોએ નવા વર્ષને વધાવવા માટે ન્યુયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠ જેટલા સ્થળે ગીત-સંગીત-ડાન્સ અને આતાશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાધન હોલોળે ચડ્યું હતું. ભવ્ય સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈટની ઝાગ ઝમાટની વચ્ચે યુવક-યુવતીઓ ડાન્સના ઠુમકા લગાવ્યા હતા કેટલાક સ્થળોએ દેશી-વિદેશી કલાકારોના ડાન્સ તેમજ બેન્ડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઠંડીનો ચમકારો વધી ગયો હોવાથી કેટલાક સ્થળે તાપણાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ રાત્રીના બાર વાગ્યાના ટકોરે ભવ્ય આતાશબાજી કરીને નવા વર્ષને વધાવ્યું હતું.
જામનગર જિલ્લના પોલીસ તંત્રએ સજ્જડ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. પ્યાસી આત્માઓ અથવા ટીખળ ખોરો દ્વારા કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં ન આવે તે માટે શહેરના તમામ મુખ્ય માર્ગો તેમજ હાઈવેની ચેકપોસ્ટ ઉપર મોટાપાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે અવર-જવર કરનારા રમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દારૂનો નશો કરીને નીકળેલા શખ્સોને પકડવા માટે ના ખાસ મશીનોનો પણ ઉપયોગ કર્યા હતા. એકંદરે જામનગર શહેર અને જિલ્લામાં ખુબજ શાંત રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ હતી.