ખંભાળીયામાં ચાઈનીઝ દોરાનું વેંચાણ કરતાં ઝડપાયોઃ 36 નંગ ફીરકી કબ્જે ખંભાળીયામાં ચાઇનીઝ દોરાનું વેંચાણ કરતાં શખ્સને પોલીસે 36 નંગ ફીરકી સાથે પકડી પાડી ચાલુ સાલે પ્રથમ ગુન્હો નોંધ્યો હતો.
જામનગર મોર્નિંગ - ૧/૦૧ દ્વારકા : મળતી
વિગત મુજબ ખંભાળીયામાં સતવારાના ચોરા પાસે રામ મંદિર રોડ પર પંકજભાઇ
વિઠ્ઠલદાસ કાનાણી નામનો વેપારી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેંચાણ કરતાં
તેની સ્થાનિક પોલીસે રુા. 360 ની કિંમતની 36 ફીરકી સાથે ધરપકડ કીર હતી.
નોંધનીય છે કે, ચાઇનીઝની તમામ પતંગને લગત વસ્તુ પર જિલ્લા કલેક્ટર દ્વારા
પ્રતિબંધનો આદેશ ફરમાવ્યો છે, ત્યારે પ્રથમ વખત ચાલુ સાલે ચાઇનીઝ દોરાનું
વેંચાણ કરતો શખ્સ ઝડપાયો હતો, જો કે આ પ્રકારની કાર્યવાહી તેજ બનાવવી જોઇએ
તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
0 Comments
Post a Comment