જામનગર મોર્નિંગ, 6/1 દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે દરોડા પાડી પીધેલી હાલતમાં તથા દેશી દારુ સાથે છ જેટલા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ખંભાળીયામાં સંજયનગર ખાતેથી બાલુ રણમલ મુછડીયા, તાલુકા પંચાયત પાસેથી ડાયા માલશી ડગરા, સોઢા તરઘડી ગામેથી નટુભા જાડેજા, મીઠાપુરમાંથી સુરજ નિલેશ ચંદારાણા નામના શખ્સોને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
જ્યારે ઓખા ડાલ્ડા બંદરેથી ચાર લીટર દેશી દારુ સાથે દેવાત રામ રાઠોડ, વાચ્છું ગામેથી અરજણ કેર નામના શખ્સને દેશી દારુ સહિત કુલ રુપીયા 380 ના મુદ્દામાલ સાથે તેમજ કલ્યાણપુરના નગડીયામાંથી દેશી દારુ સહિત નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજાને રુપીયા 100 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.