જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર
શહેરના પાસ સમિતિ દ્વારા ફરીથી ખળભળાટ શરૂ કરાયો છે ખેડૂતોના પ્રશ્નોને
લઈને સંમેલન યોજવાની તૈયારીઓ ચાલી રહી છે જેના માટે બેઠકનો દોર શરૂ કરાયો
છે. રવિવારે રાત્રે જામનગરમાં યોજાયેલી બેઠકમાં આગળની રણનિતી તૈયાર કરવામાં
આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતા ખેડૂતો માટેના
જુદા-જુદા પ્રશ્નોને લઈને પાસ સમિતી દ્વારા રવિવારે સાંજે જામનગરના
સેટેલાઇટ વિસ્તારમાં એક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં પાસ સમિતિના
હોદેદારો અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીએ ઠેબા ચોકડી
નજીક ખેડૂત સંમેલન યોજવા જઈ રહ્યું છે. જેની તૈયારીઓ માટેની રણનીતિ ઘડવા
માટે બેઠકનો દોર શરૂ કરાયો છે.
પાસ સમિતિના ગુજરાતના નેતા
હાર્દિક પટેલ આગામી 8 ફેબ્રુઆરીએ જામનગર આવશે અને ઠેબા ચોકડી પાસે યોજનાર
ખેડૂતના હક માટેના ખેડૂત સંમેલનમાં હાજરી આપી જાહેર સભાને સંબોધન કરશે જેની
તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને બેઠકનો દોર શરૂ થયો છે.
0 Comments
Post a Comment