જામનગર મોર્નિંગ : દેવભૂમિ દ્વારકા તા.૧૧, જાન્‍યુઆરી, જિલ્‍લા તિજોરી અધિકારી દેવભૂમિ દ્વારકાની અખબારી યાદીમાં જણાવ્‍યાનુસાર જિલ્‍લા તિજોરી કચેરી, દેવભૂમિ દ્વારકા ખાતેથી પેન્‍શન મેળવતા અને આવકવેરો ભરવા પાત્ર પેન્‍શનરોએ નાણાકીય વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષની ઈન્‍કમટેક્ષની વિગતો- તમામ આવકની ગણતરી પત્રક, રોકાણની વિગતો, આવકવેરો ભર્યાના આધારો વગેરેની નકલો - પેન્‍શનરનું નામ, પી.પી.ઓ.નંબર, પાનકાર્ડ નંબર, બેંકનું નામ શાખા, બેંક ખાતા નંબર સાથે જિલ્‍લા તિજોરી અધિકારી અથવા લગત પેટા તિજોરી કચેરીને ૧૦ ફેબ્રુઆરી-૨૦૧૯ સુધીમાં આપવાની રહેશે. અન્‍યથા ફેબ્રુઆરી-૨૦૧૯ના પેન્‍શનમાંથી પેન્‍શનની આવકવેરા પાત્ર રકમ ધ્‍યાને લઈ નિયમાનુસાર આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે. જેની દેવભૂમિ દ્વારકા જિલ્‍લા તિજોરી મારફત પેન્‍શન મેળવતા તમામ પેન્‍શનરોએ નોંધ લેવી.