જામનગર મોર્નિંગ - જામનગર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ અમિત ચાવડાના આદેશ અને શહેર અધ્યક્ષ ગીરીશભાઈ અમેથીયાની સૂચનાથી જામનગર વિધાનસભા સીટ-79 પ્રદેશ નિયુક્ત પ્રભારી મનોજભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગઈકાલે શહેર કારોબારીની મીટીંગ યોજાઈ હતી અને વોર્ડ નં.14માં ડોર ટુ ડોર જનસંપર્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં ધારાસભ્ય, વિપક્ષ નેતા, પૂર્વ સાંસદ તથા કોંગ્રેસના દરેક પાંખના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા. તેવી સંગઠન મહામંત્રી ડો. જે.પી.પંડ્યાની યાદી જણાવે છે.
0 Comments
Post a Comment