જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના લાલપુર બાયપાસ પાસે જીજે 12 બી.વી. 6860 નંબરના ટ્રેલર ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર યુવાનનો ટ્રેલર નીચે આવી ગયા હતા જો કે સદભાગ્યે બંને યુવાનનો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાશી છૂટ્યો હતો આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સી સી ફૂટેજના આધારે ટ્રેલર ચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી શોધખોળ આરંભી છે. અકસ્માતથી બાઇકનો બુકડો બોલી ગયો હતો.