જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : જામનગરમાં ન્યુ સ્કુલની બાજુમાં શિવશક્તિ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 502માં રહેતી બિંદિયાબેન રોહિતભાઈ લખિયર નામની 20 વર્ષની પરણિતાને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી પહેરેલા કપડે હાંકી કાઢી હતી આથી તેણીએ પોતાના માવતરે આવી ગઈ હતી અને મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
બિંદિયાબેને મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરિયાઓ પતિ રોહિત હરેશભાઈ લખીયર, સાસુ રેખાબેન, મોટા સસરા ધીરુભાઈ કેશુભાઈ, મોટા સાસુ કંચનબેન ધીરૂભાઇ, જેઠ ભાવેશ હરેશભાઈ, જેઠાણી ભાવિશાબેન ભાવેશભાઈ વગેરે સામે ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસે તમામ સાસરિયાઓ સામે આઇપીસી કલમ 498એ, 323, 504, 506(2) અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે અને શ્વસુર પક્ષના સભ્યોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.