જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકામાં પ્રૌઢને છકડો રીક્ષા હડફેટે ઇજા પહોંચતા આ બનાવની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકાના રુપેણ બંદર ખાતે રહેતા આમદભાઇ જુસબભાઇ ભેંસલીયા નામના 50 વર્ષના પ્રૌઢને દ્વારકા જીઇબી ઓફિસની પાસે જીજે-37-યુ-9344 નંબરના છકડા રીક્ષા ચાલકે હડફેટે લઇ શરીરે છોલછાલ તથા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.