જામનગર મોર્નિંગ -નવી દિલ્હી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ પર આધારિત એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું તેમણે દાવો કર્યા છે કે, પ્રત્યેક વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપનારા વડાપ્રધાનનું રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય કટોકટી તરીકે સામે આવ્યું છે.
 
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, નોકરીઓ નથી. નેતાએ પ્રત્યેક વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. તેમનો લીક થયેલો રિપોર્ટ કાર્ડ રાષ્ટ્રીય કટોકટી તરીકે સામે આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, બેરોજગારીનો દર 45 વર્ષની ટોચે છે. 2017-18માં 6.5 કરોડ યુવાનો બેરોજગાર હતા. નરેન્દ્ર મોદીનો જવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક સમાચાર શેર કર્યા છે જેમાં દર્શાવેલા આંકડા પ્રમાણે 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો હતો જે ગત 45 વર્ષોમાં સૌથી વધુ છે. 

ત્યાંજ ભાજપે રાહુલ ગાંધીના આરોપોને માથા અને ધડ વગરના ગણાવ્યા હતા. ભાજપે જણાવ્યું હતું કે, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થાના આંકડા મુજબ, દેશમાં રોજગારીના દરમાં ઝડપી વધારો થયો છે. આ સિવાય પાર્ટીએ આને ફેક ન્યુઝ પણ ગણાવ્યા હતા.