અન્ય ત્રણ સારવાર હેઠળ : ફોરેસ્ટ ખાતા દ્વારા તપાસનો ધમધમાટ 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર નજીક જાંબુડામાંથી એકીસાથે સાત મોર (ફીમેલ) બેશુધ્ધ અવસ્થામાં મળી આવી હતી જે તમામને સારવાર માટે જામનગરની બર્ડ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું હતું દરમ્યાન મોડીરાત્રે સારવાર હેઠળ રહેલી વધુ ત્રણ મોર ફીમેલનું પણ મૃત્યુ નીપજ્યું હતું જે ચારેયના આજે પોષ્ટમોર્ટમ કરાવાય છે પ્રાથમિક તપાસમાં ફુડ પોઇઝન કારણભુત હોવાનું મનાઈ રહ્યું છે. અન્ય ત્રણ ફીમેલ મોર સારવાર હેઠળ છે આ અહેવાલ મળતા પક્ષીપ્રેમીમાં દુઃખની લાગણી ફેલાઈ છે. 
જામનગર નજીક જાંબુડા ગામમાં સવારે એકીસાથે સાત જેટલા મોર (ફીમેલ) બેશુધ્ધ અવસ્થામાં પડ્યા હોવાના અહેવાલ મળતા જામનગરની એનીમલ હેલ્પલાઇનની ટીમ પોતાની એમ્બ્યુલન્સની સાથે જાંબુડા દોડી ગઈ હતી અને બેશુધ્ધ અવસ્થામાં પડેલા સાત મોર (ફીમેલ)ને સારવાર માટે જામનગરની સાત રસ્તા સર્કલમાં આવેલી માજી રાજવી સંચાલિત સરપીટર સ્કોર્ડબર્ડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ એક મોર (ફીમેલ) દમ તોડી દીધો હતો.
ત્યાર પછી એનું છ ફીમેલ મોરની સારવાર ચાલી રહી હતી જે દરમ્યાન મોડી રાત્રીના વધુ ત્રણ ફીમેલ મોરના મૃત્યુ નિપજ્યા હતા જેથી ફોરેસ્ટ વિભાગમાં દોડાદોડી થઇ હતી જે ચારેય મૃત પક્ષીઓના આજે સવારે પોષ્ટમોર્ટમ કરાવાયા છે પ્રાથમિક તારણમાં ફુડ પોઈઝઈનીંગ કારણભુત હોવાનું મનાઈ રહ્યું છે જયારે અન્ય ત્રણ ફીમેલ મોર બર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ અહેવાલ મળતા પશુ - પક્ષી પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.