જુદા-જુદા સાત કેસોમાં લાંબા સમયથી ફરાર હતો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના સિક્કામાં એક યુવાનને પોલીસને બાતમી આપવાના શકના કારણે હુમલો  કરી ઇજા પહોંચાડવા અંગેના પ્રકરણમાં ફરારી આરોપીને એલસીબી ટીમે દબોચી લીધો છે. આરોપી અન્ય સાત જેટલા ગુન્હામાં નાસ્તો ફરતો રહ્યો હતો જેની ધરપકડ છે. 
મળતી વિગત મુજબ જામનગર નજીક નાઘેડીમાં રહેતા ઉર્ફે રામો મેર નામના શખ્સ સામે મારામારી સહિતના સાત જેટલા ગુન્હાઓ નોંધાયા હતા અને તે તમામ ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી ફરાર રહ્યો હતો અને તાજેતરમાં સિક્કામાં મોહનભાઇ મંગાભાઇ પરમાર નામના 33 વર્ષના યુવાન પર "તું અમારી પોલીસને કેમ બાતમી આપી છે" તેમ કહી છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને સમાજમાં હલકા પડવા માટે હડધૂત કર્યો હતો જે અંગે વધુ એક ગુન્હો દાખલ કરાયા પછી એલસીબીની ટીમે ગુરુવારે રાત્રે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો છે અને સિક્કા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.