અઢી વર્ષની મોટી બહેન માથે બેસી જતા શ્વાસ રૂંધાઇ ગયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમા શુક્રવારે એક વિચિત્ર બનાવ બન્યો હતો માત્ર પાંચ મહિનાની માસુમ બાળકી ઉપર તેણીની અઢી વર્ષની મોટી બહેન માથે બેસી જતા શ્વાસ રૂંધાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામના રાધેક્રિષ્ના મંદિરની બાજુમાં રહેતા અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા મુળ ઝારખંડના વતની બ્રિજેશ કુમાર રંગ બહાર સીંગની પાંચ માસની પુત્રી નીતુકુમારી શુક્રવારે પોતાના ઘરે સૂતી હતી જે દરમ્યાન તેણીથી મોટી અઢી વર્ષની વયની મોટી બહેન પલક એકાએક નીતુ કુમારી ઉપર બેસી ગઈ હતી જેના કારણે નીતુ કુમારીનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને બેશુધ્ધ બની ગઈ હતી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવની શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.