અગાઉનું મનદુઃખ રાખી એક શખ્સે મોતને ઘાટ ઉતાર્યો : સીટી સી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના દિગ્જામ સર્કલ નજીક અગાઉનું મનદુઃખ રાખી શખ્સે મરાઠી યુવકની છરીના ઘાઝીંકી હત્યા નિપજાવતા સીટી સી પોલીસ કાફલા એ ઘટના સ્થળે દોડી જઈ એક શખ્સ સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાં રહેતો અનિલભાઈ દાદારાવ પાટીલ નામના 40 વર્ષના યુવાનને અગાઉ આ જ વિસ્તારમાં રહેતા કાલુ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થયેલા જેનો ખાર રાખી આજે બપોરના સમયે ફરી બંને સામસામે મળતા બોલાચાલી થવા પામી હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા કાલુ નામના શખ્સે અનિલભાઈને ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દેતા તાકીદે 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતી લોહી નીતરતી હાલતમાં સારવારમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નિવળે એ પહેલા આ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ થતા સિટી સી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાલુ નામના શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ સાથે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, દ્વારકાના મીઠાપુરમાં અને જામનગરમાં હત્યાનો ઉપરા ઉપરી બે બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઈ છે અને હાલારમાં છેલ્લા એક માસમાં ચાર બનાવ નોંધાવા પામ્યા છે.
0 Comments
Post a Comment