જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ઓફિસના બીજામાળેથી પડી જતા કર્મચારીનું મૃત્યુ નિપજતા આ બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં ગજાનંદ કોલોની ખાતે રહેતા સંજયભાઈ અમરશીભાઈ રાઠોડ નામના 41 વર્ષના યુવાન ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલ સમુદ્ર સેલ્સમાં બીજા માળે વાસ્મોની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હોય દરમ્યાન બીજામાળેથી ચક્કર આવતા અને પડી જતા તેઓનું માથામાં હેમરેજના કારણે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. આ બનાવ અંગે વિનયભાઈ સંજયભાઈ રાઠોડએ સીટી સી ડિવિઝનમાં જાણ કરી હતી.