વાડીનાર દરિયામાં શીપમાં ફરજ દરમ્યાન છાતીમાં દુઃખાવાથી પ્રૌઢનું મૃત્યુ
ઓખામંડળના મીઠાપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન હેઠળ કપાઇ જતાં અજાણ્યા આધેડનું તથા વાડીનાર દરિયામાં શીપમાં ફરજ દરમ્યાન છાતીમાં દુઃખાવાથી પ્રૌઢનું મોત નિપજતાં આ બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ઓખામંડળના મીઠાપુર રેલ્વે સ્ટેશન નજીક ઓખા-ભાવનગર તરફ જતી ટ્રેન હેઠળ અકસ્માતે કપાઇ જતાં આશરે 40 થી 50 વર્ષના લાગતા અજાણ્યા આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું, આ બનાવની જાણ થતાં મીઠાપુર પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે હોસ્પીટલ ખાતે મોકલી આપી ઓળખ મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે.
જ્યારે વાડીનાર દરિયાઇ વિસ્તારમાં શીપ ઉપર ફરજમાં હોય ત્યારે પ્રતિપાલ પી. સિંઘ નામના 59 વર્ષના પ્રૌઢને એકાએક છાતીમાં દુઃખાવાથી તેઓનું મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે વાડીનાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.