જામનગર મોર્નિંગ - ખંભાળીયા  : ગુજરાતભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય વર્કર,સુપરવાઈઝર, લેબોરેટરી ટેકનીશ્યન અને ફાર્માસિસ્ટ કર્મચારીઓ પોતાની ૧૩ પડતર માંગણીઓ સાથે તા.૧૫/૦૨/૨૦૧૯થી ગુજરાતના તમામ જીલ્લા મથકે અચોકસ મુદતની હડતાલ પર ઉતરતા રાજ્યમાં આરોગ્યની સ્થિતિ વણસી રહી છે.

દેવભૂમિ દ્વારકામાં ૨૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૬૯ જેટલા પેટા કેન્દ્રમાં ફરજ બજાવતા ૩૨૫ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોકસ મુદતની હડતાલ પર જતા જીલ્લામાં આરોગ્યની સ્થિતિ કથળી રહી છે.
હડતાલના ૦૬ દિવસ બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા જીલ્લામાં સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણ,મેલેરિયા, ટીબી, ડેન્ગ્યું અને સ્વાઈન ફ્લુ જેવી આરોગ્ય સેવાઓ સંપૂર્ણ ઠપ થઇ ચુકી છે. લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ધરમના ધક્કા ખાવા પડે છે. ત્યારે આવનારા સમયમાં આંદોલન પર પુર્ણવિરામ નહી મુકાઇ તો સ્થિતિ વધુ વણસે તેમ છે.

મળતી વિગત મુજબ હડતાલને પગેલ જીલ્લાના લાંબા P.H.C. વિસ્તારમાં ૨ મરણ થઇ ચુક્યા છે. જેમાં વીરા આલા પોસ્તરીયાનું સ્વાઈનફ્લૂને લીધે તેમજ સતુ ભાયા નારણ ગોજીયાનું માતા મરણ થયેલ છે.
 
" આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓના હકારાત્મક સમાધાનકારી નિર્ણય આવે એ માટે સરકારમાં લેખિત રજૂઆત કરી છે. પી.એસ.જાડેજા,ઇન્ચાર્જ પ્રમુખ : દ્વારકા જીલ્લા પંચાયત "