જામનગર મોર્નિંગ - જામનગર 
જ્યોતિષશાસ્ત્ર પ્રચલિત છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મનુષ્યના જીવનમાં ચડતી-પડતી, સુખ-દુઃખ વિગેરે આવે છે. તેમજ વિશ્વમાં ધરતીકંપ, સુનામી વગેરે પણ આવે છે. જામનગરમાં હર્ષવદન બી. વરિયા (બી.એસ.સી.એલ.એલ.સી.બી.)ને વર્ષોથી જ્યોતિષ શાસ્ત્ર તેમજ ખગોળ શાસ્ત્રનો ઉંડો અભ્યાસ છે. તેમની પાસે છેલ્લા 25-30 વર્ષમાં ધરતીકંપ ક્યાં-ક્યાં દેશમાં, ક્યાં સમયે, કેટલી તીવ્રતાનો ધરતીકંપ આવેલ છે તે વિષેની સંપુર્ણ માહિતી છે. તેઓ જયારે જયારે ભૂતકાળમાં ધરતીકંપ આવેલ તેના સમય, સ્થાનના આધારે ક્યા-ક્યા ગ્રહો કઈ રાશિમાં હતા (જન્મકુંડળી) બનાવી તેનો અભ્યાસ કરી તેમને જાણવા મલ્યું કે, શનિ, મંગળ, ચંદ્ર, પ્લુટો, બુધ, હર્ષલ, વિગેરે ગ્રહો ધરતીકંપને અસર કરતા ગ્રહો છે. જેના આધારે વરિયાભાઈએ 25-01-2018ના ઘણી જગ્યા જેમ કે એન.એ.એસ.એ. (યુ.એસ.એ.), જાપાન, જન્મભૂમિ પંચાંગ, મોટાભાગની ન્યુઝ ચેનલ, તેમજ આઈ.એસ.આર.ઓ વગેરેને ઈમેલ થી જણાવેલ કે તા. 22-12-18 થી 05-02-2019ના સમયગાળા દરમિયાન ધરતીકંપના ઘણા યોગો બનશે જેમાં ખાસ કરીને 23-12-2018, 31-12-2018, 19-01-2019, 20-01-2019 તથા 05-02-2019ના રોજ 100 ટકા ધરતીકંપ આવવાની શક્યતા છે. એટલું જ નહીં તે પણ ક્યા-ક્યા સ્થળે ધરતીકંપની શક્યતા છે. તે પણ ઇમેઇલમાં જણાવેલ હતું. તાલાળા, સુરેન્દ્રનગર, કચ્છનો અમુક ભાગ, મહારાષ્ટ્રના અમુક ભાગમાં છેલ્લા 10 દિવસમાં 61 જેટલા ધરતીકંપના આંચકા આવેલ છે અને તા. 20-01-2019ના રોજ 7 જેટલા ધરતીકંપના આંચકા આવેલ (આ માહિતી ગુગલમાં પણ છે.) તે જ પ્રમાણે ભારત બહાર ફિલિપાઇન્સમાં 29-12-2018ના રોજ, વેસ્ટ બ્રાઝીલમાં 05-01-2019ના રોજ તથા જાપાન વગેરેમાં 08-01-2019ના રોજ ધરતીકંપ આવેલ છે. આ અંગેની તેઓએ કરેલી આગાહી સાચી પડી છે. તા. 23-12-2018ના રોજ ઇન્ડોનેશિયામાં મોટો ધરતીકંપ આવેલ જેમાં આશરે 415 થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે તેમજ 14000થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયેલ છે. યુટયુબ તથા ગુગલની માહિતી પ્રમાણે તથા મારી માન્યતા મુજબ વિશ્વમાં હજુ સુધી ખાસ કોઈ જ્યોતિષ શાસ્ત્રી કે ખોગળવિદ દ્વારા ધરતીકંપ તારીખ સમય સાથે આગાહી કરેલ નથી. જામનગરના હર્ષવદન બી. વરિયા (મોં. 92282 19060)એ જ પ્રકારની સચોટ આગાહી સમય અને સ્થળ સાથે કરેલ છે અને તે સાચી પડેલ છે જે જામનગરનું ગૌરવ છે.