આપઘાતનું રહસ્ય હજુ પણ અકબંધઃ પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર 

કાલાવડના પાતા મેઘપરમાં એક બુઝુર્ગે કોઇ અકળ કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, દરમ્યાન ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ રહેવા પામ્યું છે, આ બનાવની જાણ પોલીસમાં કરાતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામના વતની અને હાલ રાજકોટમાં કૈલાસનગરમાં રહેતા ધીરુભાઇ ઉર્ફે સીદાભાઇ શામજીભાઇ હાડા નામના ૬૫ વર્ષના ખવાસ જ્ઞાતિના વૃદ્ધ ગઇકાલે પાતા મેઘપર ગામે આવી એક ઝુંપડામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો, તેમણે ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હતું.આ બનાવ અંગે લાલજીભાઇ વીરજીભાઇ હાડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે પાતા મેઘપર ગામે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો અને કાલાવડની સરકારી હોસ્પીટલમાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.