ભારતે પાકિસ્તાન તરફથી બોર્ડર પાસે ઘૂસેલા જેટ વિમાનોને ખદેડ્યા, પાક.નું F-16 વિમાન ફૂંકી માર્યું
જામનગર મોર્નિંગ નવી દિલ્હી
ભારતે પાક. અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક-2 દ્વારા આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યા બાદ બુધવારે પાક. દ્વારા ચંચૂપાત ચાલુ રખાયો હતો અને ભારતીય હવાઈક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વળતા હુમલામાં ભારતે પાકિસ્તાનના એક F-16 વિમાનને ભારતીય વાયુસેના દ્વારા ફૂંકી મારવામાં આવ્યું હતું. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે સ્પષ્ટતા કરતા બપોરે જણાવ્યું કે ભારતની જવાબી કામગીરીમાં એક MIG-21 વિમાન ક્રેશ થયું છે આ સાથે જ વિમાનમાં સવાર પાયલટ લાપતા છે.
આ મામલે પાકિસ્તાને સવારે દાવો કર્યો હતો કે, ભારતીય વાયુસેનાનો પાયલટ અભિનંદનની તેમને ધરપકડ કરી છે. પાક.ના યુદ્ધ વિમાનો દ્વારા બુધવારે રાજૌરી અને પુંછ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં ભારતે વળતા હુમલામાં પાક.ના F-16 વિમાનને તોડી પાડ્યું હતું.