રાજેસ્થાનના શખ્સ સામે નોંધાવાતી ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દરેડ ગામે રહેતી સગીરાનું પ્રેમજાળમાં ફસાવી એક શખ્સ અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોધાવાતાં પંચ બી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ દરેડમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક રહેતી સગીરાનું નારણ પરશુરામ મહારાજ નામનો રાજેસ્થાનના જામઠા ગામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા સગીરાના માતાએ પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.