જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા બાબા હરદેવસિંહજીની 65મી જન્મ જ્યંતીએ સરકારી મેન્ટલ હોસ્પિટલમાં તેમજ ટીબી હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સંત નિરંકારી મંડળના કાર્યકરો ભાઈઓ- બહેનો જોડાયા હતા.

જામનગર શહેર સહિત દેશભરમાં 350 શહેરોમાં 766 હોસ્પિટલમાં સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા બાબા હરદેવસિંહજની 65મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ગઈકાલે જામનગરની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં તેમજ ટીબી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંત નિરંકારી મિશનના કાર્યકરો ભાઈઓ - બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને બંને હોસ્પિટલની સફાઈ કરી હતી. જામનગર શહેરમાં 2003થી તમામ સરકારી જાહેર સ્થળો હોસ્પિટલો વગેરેની અવાર-નવાર સફાઈ કરવામાં આવે છે.