લોકો સુધી સાચી વાત પહોંચાડવામાં મીડિયા અને લોકોને ન્યાય અપાવવામાં આપણી સિસ્ટમ પાંગળી સાબિત થઈ રહી છેં !

મારા અનેક અનુભવો પછી આ વાત લખી રહ્યો છું. ફરિયાદી જે લખાવે તે ફરિયાદ પોલીસ દફ્તરે લખાય છેં. પોલીસ દફ્તરે જે ફરિયાદ લખાઈ છેં તેના આધારે મીડિયામાં સ્ટોરીઓ લખાય છેં. ખરેખર બનાવ શું બન્યો એ વાત દબાયેલ જ રહે છેં.

ન્યાય પાલિકામાં પણ ફરિયાદી અને આરોપીની દલીલોમાં મુળ વાત જ ખોવાઈ જાય છેં! હા મેં અસંખ્ય ગુનેગારને દોષિત હોવા છતાં નિર્દોષ સાબિત થતાં જોયા છેં અને અનેક નિર્દોષને જેલના સળિયા પાછળ ધકેલાતા જોયા છેં.

આનું નિરાકરણ શું?  સાચી વાત ક્યારેય સિસ્ટમ સુધી પહોંચતી નથી અને પહોંચે તો કાગળ પર આવતી નથી.

જયારે કોઈ સમસ્યાનું સમાધાન જ ના મળે ત્યારે.....      બસ ખાલી જગ્યા સિવાઈ કશું રહેતું નથી.....  !!!!!!

- ભરત હુણ