જામનગર મોર્નિંગ વોશિંગટન
અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિને જોઇને બન્ને દેશોને સંયમ રાખવાની સલાહ આપી છે. ત્યાંજ અમેરિકાએ પાકિસ્તાનને આતંકી સમૂહો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બન્ને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કર્યા બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, મેં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે વાતચીત કરી અને તેમને સ્થિતિને વધુ ખરાબ ના કરવાની તેમજ સૈન્ય કાર્યવાહી ના કરવાની વાત કરી છે. મેં તેમને એમ પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં વર્તમાન તણાવને ઘટાડવા અને પોતાની ધરતી પર સક્રિય આતંકવાદી સમૂહોની વિરુદ્ધ સાર્થક કાર્યવાહી કરવાને પ્રાથમિકતા આપે.  
નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં જઇને જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 300 આતંકવાદી માર્યા ગયા હતા.