ઇમરાન ખાને કહ્યું, જો સ્થિતિ વધુ વણસશે તો પછી તે મારા કે નરેન્દ્ર મોદીના હાથની વાત નહીં રહે
જામનગર મોર્નિંગ - નવી દિલ્હી
પુલવામા હુમલા બાદથી જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું છે કે, તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. અમે આતંકવાદ અંગે વાત કરવા માટે તૈયાર છે. આપણે બેસીને વાત કરવી જોઇએ.  ઇમરાન ખાને જણાવ્યું હતું કે, અમે યુદ્ધ ઇચ્છતા નથી. જો સ્થિતિ વધુ વણસશે તો પછી તે મારા કે નરેન્દ્ર મોદીના હાથની વાત નહીં રહે. જો ભારત આતંવાદ અંગે વાત કરવા માંગે છે તો અમે તૈયાર છે. આપણે આ અંગે બેસીને વાત કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમણે યુદ્ધની શરૂઆત કરી છે તેઓ પણ જાણતા નથી કે યુદ્ધનો અંત કયારે થશે. હું તમને પૂછવા માગું છું કે શું ભારત અને પાકિસ્તાન પાસે જે હથિયાર છે તેનાથી આપણે યુદ્ધ કરી શકીએ છીએ. 
તેમણે જણાવ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને ફરથી કહ્યું છું પુલવામા હુમલાના પુરાવા આપો અમે કાર્યવાહી કરવા તૈયાર છીએ. આ અમારા માટે પણ યોગ્ય નથી કે અમારી ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે થાય.