એમ્યુઝમેન્ટ પાર્કમાં બે સાગરીતો સાથે આવી મફત રાઈડમાં બેસવા માટે તકરાર કરી :છરીની અણીએ રાઈડો બંધ કરાવાયાની રાવજામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશ્યું છે, ગઇરાત્રે પોતાના બે અન્ય સાગરીતો સાથે એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશી અંદર ચાલતી રાઇડમાં મફત બેસી ગયા પછી પૈસા મામલે તકરાર કરી રાઇડ સંચાલકોને છરીની અણીએ રાઇડ બંધ કરાવી ગાળો ભાંડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે, પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.મળતી વિગત મુજબ જામનગરમાં જેની સામે મારામારી, તોડફોડ, લુંટફાટ, દારુ સહિતના અનેક કેસો નોંધાયા છે તેવા કુખ્યાત ગુન્હેગાર દિવલા ડોને ફરીથી પોત પ્રકાશ્યું છે, ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે આરોપી દિવલો પોતાના અન્ય બે સાગરીતો સાથે પ્રવેશ ટીકીટ લીધા વિના અંદર ઘુસ્યો હતો અને ત્યારપછી અંદર ચાલતી રાઇડના એરીયામાં ચકડોળ પાસે પહોંચી એક રાઇડમાં ટીકીટ લીધા વિના બેસી ગયા હતા.આ સમયે રાઇડ સંચાલકે તેઓ પાસે પૈસા માંગતા પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો, એટલું જ નહીં અન્ય પબ્લીકની હાજરીમાં ગાળા ગાળી કરી હંગામો મચાવી દીધો હતો, એટલું જ નહી માત્ર છરીની અણીએ ધાક-ધમકી ઉચ્ચારી તમામ રાઇડો બંધ કરાવી દીધી હતી, આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ ટૂકડી એમ્યુઝમેન્ટ પાર્કમાં પહોંચી તે પહેલાં જ ત્રણેય શખ્સો પાર્કમાંથી નાસી છૂટ્યા હતા, આ બનાવ પછી પાર્કના રાઇડીંગ એરીયાના સંચાલક પરેશ કિશોરભાઇ ભદ્રાએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સીટી સી ડીવીઝનના પોલીસ સ્ટાફે આઇપીસી કલમ-૫૦૪, ૫૦૬ (૨) અને જીપી એક્ટની કલમ-૧૩૫ (૧) મુજબ ગુન્હો નોંધી દિવલા ડોન અને તેના બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.