રૂ. 70 હજારની કિંમતની 18 નંગ બેટરી પોલીસે કબ્જે કરી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં વાહનમાંથી બેટરીઓની ચોરી કરતા કાયદાથી સંઘર્ષીત સહિત ચાર શખ્સને નવા લાલવાડી વિસ્તારમાંથી સીટી એ પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ આરંભી હતી.
જામનગરમાં નવા આવાસની બાજુમાં આવેલ બાવળની જાળી પાસે સીએનજી રીક્ષા નંબર જીજે 10 ટીડબ્લ્યુ 2755માં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ બેટરીઓ સગેવગે કરવાના કેટલાક શખ્સો પેરવી કરતા હોય સીટી એ પોલીસે આ જગ્યાએ દરોડો પાડી નવા લાલવાડી આવાસની બાજુમાંથી દિપક ડાયાભાઇ સોંદરવા, અજય મુકેશભાઈ પરમાર, સુરેશ પ્રકાશભાઈ વાઘેલા અને એક કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત ચારેય શખ્સને ઝડપી લઇ અલગ-અલગ કુલ મળી રૂ. 70 હજારની કિંમતની 18 નંગ બેટરીઓ કબ્જે લઇ ચોરીનો ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામીગીરી પીઆઇ એસ.એચ.રાઠવા તથા સ્ટાફના એન.કે. ઝાલા, એસ.ડી.ચુડાસમા, એમ.જે. રાણા, યોગરાજસિંહ રાણા, ફિરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, ગૌતમ મકવાણા, આફતાબ સફિયા અને રામદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment