જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર મહાનગરપાલીકા દ્વારા જામનગર મહાનગરપાલીકાના પેન્શનરોને તા. 1/1/18 થી 2 ટકા એરિયર્સની ચુકવણી હજુ સુધી કરવામાં આવેલ ન હોવાથી આજરોજ પેન્શન મંડળના પ્રમુખ કનુભા ઝાલાની અધ્યક્ષતામાં તથા ભીખુભાઇ આગેવાનીમાં તમામ સભ્યો કારોબારી સભ્યો દ્વારા મહાનગરપાલીકાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ તેમ હરીશભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.