વકીલની ડાયરી - એઝાદ માજોઠી (જામનગર)
 
         પાંચ હજાર ફૂટ નો આલીશાન બંગલો  પાર્કિંગ ગાડીઓ બગલા ના ગાર્ડન માં બેસી ચાની ચૂસકી માણતા  અનજાન શાહ.  અનજાન શાહ બાહોશ અને ટુક સમય માં વકીલાત ની દુનિયા માં સારી એવી નામના કાઢેલ.  કોર્ટ ની દુનિયા માં બાહોશ અને હોશિયાર વકીલ તરીકે ની છાપ. ગમે તે કેસ હાથ માં લે એટલે આરોપી ને છોડાવી ને જંપે. 
               
                                અનજાન શાહ રોજ સવારે ૯ વાગે ઓફીસ માટે નીકળે , નીકળે ત્યારે તેની પાસે એક બેગ હોય , બેગ પાસવર્ડ થી ખુલે બેગ ની અંદર ગુપ્ત ખાનું , આ બેગ રોજ રાત્રે ઓફીસ થી ઘરે આવે ત્યારે સાથે લાવે અને સવારે ઓફીસ જાય ત્યારે સાથે લઇ જાય.  
                               
                                અનજાન શાહ જયારે ઓફીસ પહોચે ત્યારે તે બેગ ખોલે અને બેગ અંદર ના ગુપ્ત ખાના માંથી પત્રો અને ફોટો બહાર કાઢે. આ પત્રો હતા  અનજાન શાહ ની એક અનજાન દુનિયા ને લગત આ પત્રો હતા સાવલી નાઈ ના  લખેલા પ્રેમ પત્રો. રોજ સવારે અનજાન શાહ ઓફિસે આવે ત્યારે બેગ માંથી પત્રો કાઢે અને વાંચે અને ફોટો જુવે પછી તેઓ પોતાના  કોર્ટ ના કામ માં લાગી જાય . રોજ નો આ નિત્યક્રમ 
                                અનજાન શાહ જયારે કોલેજ માં હતા ત્યારે તેને સાવલી નાઈ સાથે પ્રેમ થયેલ બંને એકબીજા ને ખુબ પ્રેમ કરતા. સાવલી નાઈ પત્રો લખી અનજાન ને પોતાનો પ્રેમ વ્યક્ત કરતી.
સાવલી નાઈ પણ એકદમ સંસ્કારી યુવતી તેને અનજાન સાથે કેમ પ્રેમ થઇ ગયેલ તે પણ જાણતી ન હતી.
સાવલી નાઈ ને તેના માતા-પિતા ની ઈજ્જત ના કારણે અને માતા- પિતા નું નાક સમાજ માં હમેશા ઉચું રહે તે માટે માતા –પિતા ની પસંદ થી તેને લગ્ન કરેલ.
                                આ વાત ને વર્ષો વીતી ગયેલ .અનજાન શાહ માટે જીવવા માટે ની જીવા દોરી હતા  એ પત્રો રોજ તે પત્રો ને જુવે અને સાવલી એ પોતાના હદય થી વરસાવેલ શબ્દો વાંચે અને સાવલી ની યાદ થી દિવસ ની શરૂઆત કરે પછી કોર્ટ ની કામગીરી માં વળગી રહે.
                                એક ઘટના એવી બની અનજાન શાહ ને  કોર્ટ ના કામ સબબ બહારગામ જવાનું થયું તેથી તેઓએ પોતાની સાવલી ની યાદોવારી બેગ ને ઓફીસ માં મૂકી ને ગયા. તે રાત્રે ઓફીસ ના કોમ્પ્લેક્ષ માં ચોરી થયેલ અને અનજાન શાહ ની ઓફીસ ના તાળા તૂટેલ તસ્કરો ઓફીસ માંથી લેપટોપ અને અન્ય બધી કીમતી વસ્તુ લઇ ગયેલ. આ વાત અનજાન ના કાને પડતા અનજાન તુરંત દોડી આવેલ અને ઓફીસ આવીને  તુરંત બેગ ને ગોતવા લાગેલ અને બેગ મળેલ નહિ. તસ્કરો બેગ પણ ઉઠાવી લઇ ગયેલ. અનજાન શાહ એ ફરિયાદ લખાવેલ. થોડા દિવસો બાદ ચોર પકડાઈ ગયેલ. અને કોર્ટ માં રિમાન્ડ માટે રજુ કરવામાં આવેલ. રિમાન્ડ મંજુર થયેલ. તમામ કીમતી સામાન રીકવર કરવામાં આવેલ. રિમાન્ડ પૂર્ણ થઇ ગયા બાદ કોર્ટ માં રજુ કરવામાં આવેલ ત્યારે પી.એસ.આઈ. કહેલ કે વકીલ સાહેબ  તમામ કીમતી વસ્તુ રીકવર કરી નાખેલ છે. હવે કઈ બાકી રહેતું નથી. ત્યારે અનજાન શાહ કોર્ટ માં હજુ વધુ રિમાન્ડ માટે ની માંગણી કરેલ ત્યારે બઘા વકીલો વિચારતા રહી ગયેલ કે હવે કઈ વસ્તુ રીકવર કરવાની બાકી રહેતી નથી, તેમ છતાં અનજાન શાહ  કઈ વસ્તુ શોધવા માટે રિમાન્ડ ની માંગણી કરી રહ્યા છે. ત્યારે જજ સાહેબ એ કીધું  વિધવાન વકીલશ્રી  તમારી તમામ વસ્તુ રીકવર કરી નાખી છે, હવે કાઈ બાકી રહે છે તો કહો. અનજાન શાહ મન માં કહી રહ્યા હતા “” આ ચોર એ તો મારી જિંદગી જીવવાની કીમતી વસ્તુ ચોરી ગયેલ “” અનજાન શાહ ની અનજાન દુનિયા  આ ચોર લઇ ગયેલ છે. હવે હું મારી હવે ની જીંદગી કેમ વીતાવીશ.