જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં આજે મુમુક્ષુ જીનાલીબેનના દિક્ષા ગ્રહણની જાહેરાત બાદ જૈન મુનિઓની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે, જૈન વેપારી અમીતભાઇ મહેતાની ૨૪ વર્ષની પુત્રી જીનાલીના દીક્ષા મહોત્સવ નિમિત્તે અષ્ટોતરી અભિષેક બપોરે ભાવિકાબેન રાજેશભાઇ દ્વારા, મુમુક્ષુના કપડા રંગવાનો રાત્રે જૈન સંગીત ગ્રુપ દ્વારા કેસરીયો રંગ જીનશાસનને આપજો તેવો કાર્યક્રમ બાદ સવારે પેલેસ દેરાસરની ચાંદીબજાર ખાતેના શેઠજી જૈન દેરાસર સુધી જીનાલીબેનનો વરઘોડો અને બેઠું વર્ષિદાન યોજાયેલ, વરઘોડામાં જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો, મુમુક્ષુનો વરઘોડો જામનગરના મુખ્ય માર્ગો પરથી વાજતે-ગાજતે બેન્ડ પાર્ટીની સુરાવલીઓ, ઢોલ-નગારા સાથે નીકળ્યો હતો, સાથે-સાથે આરતી અને ઘંટારવ પણ ગુંજી ઉઠેલ હતો, તેમજ વરઘોડામાં બગીઓ જોડાઇ હતી, વધુમાં વરઘોડા દરમ્યાન સાડીઓની ઉછામણી કરવામાં આવી હતી, જેનો ભાવિકોએ પ્રસાદરુપે લાભ લીધો હતો.