તસ્વીર : ભુપતભા માણેક

જામનગર મોર્નિંગ - દ્વારકા
દ્વારકામાં પ્રેરણા નવજીવન ટ્રસ્ટ (ભીમરાણા)ખાતે STFC પ્રાયોજિત અને નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડ્રાંઇવિંગ ટ્રેનિંગ માટેના બીજા વર્ગ નો પ્રારંભ કરવામાં આવ્યો નવજીવન ટ્રસ્ટ છેલ્લા ૩૩વર્ષ થી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે.અહીં અનેક પ્રકાર ના તાલીમાર્થી પોતાની જાતને કંડારવા માટે માર્ગદર્શન મેળવવા આવે છે.
જેમાં હાલ નવજીવન ટ્રસ્ટ દ્વારા ડ્રાઇવિંગ તાલીમના બીજા વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે તેમાં ઉપસ્થિત, અનિલભાઈ(કલેકટિવ ગુડ ફાઉન્ડેશન. મુંબઈ),ઇમરાનભાઈ (શ્રી રામ ફાઇનાન્સ-દ્વારકા),જગદીશભાઈ શાસ્ત્રી(જીવદયા અન્નક્ષેત્રના પ્રમુખ - ઓખા),ફાધર થોમશ(ડાયરેક્ટર),ફાધર વિનોદ તેમજ અનેક સામાજીક અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા આ કોર્ષ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે અને કોર્ષ અંતર્ગત કોમ્પ્યુટર દ્વારા ટ્રેનિંગ ,સ્પોકન ઇંગલિશ,યોગા,બેઝીક ઇંગલિશ શીખડવામાં આવે છે. ડ્રાંઇવિંગ કોર્ષ પૂર્ણ કર્યા બાદ કુશળ ડ્રાંઇવરને તૈયાર કરવામાં આવે છે અને યોગ્ય જગ્યા એ ડ્રાંઇવરની જરૂરીયાત મુજબની જોબમાં તે વ્યક્તિ ને રાખવા માટે સંસ્થા દ્વારા મદદ પણ કરવામાં આવે છેં.