તસ્વીર - વિનાયક ભટ્ટ
જામનગર મોર્નિંગ - ખંભાળીયા : તાજેતરમાં ઉજવાયેલા નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે અનુસંધાને ખંભાળીયા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા આ દિવસને ચોકસ દિશા સુચક સાથે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત બેટી વધાવો, બેટી પઢાવોના મિશનને લોકોના ધ્યાને મુકવા માટે તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો - આંગણવાડી કેન્દ્રો તેમજ આશા બહેનો દ્વારા વિશાળ રેલી નીકળી હતી અને લોક જાગૃતિ માટે ખરા અર્થમાં પુરુષાર્થ કરવામાં આવ્યો હતો આ રેલીને પ્રાંત અધિકારી ડી.સી. જોષી તથા હેલ્થ ઓફિસર મેહુલ જેઠવા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલી જુની જનરલ હોસ્પિટલથી નગર ગેઇટ થઇ પુનઃ હોસ્પિટલે સમાપ્ત થયેલ આ માટે સુપર વાઈઝર દિનેશ કુમાર સી. પંડ્યાએ સફળતા પુર્વક આયોજન કરેલ.