૬૩૬ લોકોના મળીને ૧ કરોડ ૯૪ લાખ રૂપિયા ભરપાઈ કરવાના બાકી : સમય મર્યાદામાં રકમ ભરપાઈ કરવામાં નહી આવે તો મિલકત પર બોજો દાખલ કરવામાં આવશે. 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા,દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર આમ ચારેય તાલુકાના મળીને ૬૩૬ લોકોની ૧ કરોડ ૯૪ લાખ જેટલી ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરી જવા માટે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી દ્વારા નોટીસ પાઠવાઇ છે.

આ અંગે વિગતે વાત કરીએ તો જે - તે સમયે જમીન/પ્લોટ/ મકાન ખરીદતી વખતે જંત્રીના
બજાર કિમંતના ભાવ મુજબ ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી અને  વેચાણ થતી મિલકતની કિમંતના ૧ ટકા દસ્તાવેજ રજીસ્ટ્રેશન ફી ભરવાની થતી હોય છે. જે મુજબ દસ્તાવેજ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ થયેલના હોય આવા લોકોની મિલકતમાં જંત્રીના નિયમ મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહેતી હોય છે. જેને સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી દ્વારા નોટીસ પાઠવી અને ૩૦ દિવસમાં ખુટતી રકમ ભરી જવા જણાવેલ અને રકમ ભરવામાં નહી આવે તો મિલકત પર ખુટતી રકમનો ગીરો દાખલ કરવામાં આવશે.