જામનગર મોર્નિંગ  શ્રીનગર

ભારતીય વાયુસેનાએ મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આના પગલે બુધવારે પાકિસ્તાની એરફોર્સના વિમાને ભારતીય વાયુસીમામાં પ્રવેશ કરી એરસ્પેસનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો.. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આ વિમાનોએ ઘૂષણખોરી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભારતે વળતી કાર્યવાહીમાં પાક.નું એક F-16 જેટ વિમાન તોડી પાડ્યું છે.
ભારતીય હવાઈક્ષેત્રમાં ઘૂસેલા પાક. વિમાનોને ભારતીય વાયુસેનાએ પરત ખદેડી દીધા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાક જેટ વિમાને પરત ફરતી વખતે બોમ્બ પણ છોડ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની જેટ વિમાન નૌશેરા અને પૂંછમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની મીડિયાએ પોકળ દાવો કરતા જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે તે પાકિસ્તાનના નિશાના પર હતું. જમ્મુ-કાશ્મીરમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને જમ્મુ,શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટ પર તમામ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે.
પાકિસ્તાનનો દાવો:
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનલર આસીફ ગફુર ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, પાકિસ્તાની વાયુસેના પાક. હાવાઇ ક્ષેત્રમા ભારતના બે જેટ વિમાનોને તોડી પાડ્યા છે. જ્યારે ભારતના એક પાયલટની ધરપકડ પણ કરવામાં આવી છે.
ભારતનો દાવો :
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે વળતો પ્રહાર કરતા પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનને પાકિસ્તાનની હદની અંદર 3 કિ.મીમાં લામ વેલી ખાતે તોડી પાડ્યું છે.