જામનગર મોર્નિંગ - મોરબી 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા)
આજ રોજ સવારમાં વજેપરનો તલાટી પ્રંસાત શાહ જે મોરબી મામલતદાર કચેરીમાં બેસે છે તે આજ રોજ  સેવાસદનમાંથી લાંચ લેતા એસીબીના હાથે બપોરે 12:00 કલાકે સહી કરવા માટે લાંચ લેતા રંગેહાથ પકડાયેલ છે. જેનું એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં વજેપર નો તલાટી મંત્રી પ્રશાંત શાહ રોકડા રૂપિયા સાથે ઝડપાઈ ગયેલ છે. આ તલાટી-મંત્રીએ મકાનની ગ્રામ નમુના ૦૨ માં નોંધ પાડવા માટે ૪ હજારની લાંચ લીધી હતી. આની તપાસ એસીબી પીઆઇ જાની સાહેબ કરી રહ્યા છે. અને આ તલાટી-મંત્રીની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવેલ છે.