જામનગર મોર્નિંગ - જામનગર 
વેપીસી ઈવેન્ટ્સ ને જામનગર ની જનતા એ હંમેશા ખુબ પ્રતિસાદ આપ્યો છે, અને ખુબ સપોર્ટ આપ્યો છે, વેપીસી ઈવેન્ટ્સ દ્વારા આયોજિત #આદ્યશક્તિ_નવરાત્રી ને પણ જામનગરના લોકો  હંમેશા  સપોર્ટ કરતા આવ્યા છે, અને   પણ હંમેશા જામનગર ને કંઈક નવું આપવામાં સક્સમ છે, એ આપ બધા જ જાણો છો, જામનગર ની જનતા ને ફરીથી એક સુંદર  કેશુડો ધ હોળી કાર્નિવલ ની ઇવેન્ટ વેપીસી દ્વારા યોજવામાં આવેલ છે, આયોજન માં પાસ ની આવક  ના 50% પૈસા પુલવામાં થયેલ શહિદ જવાનો માટે ચેરિટી કરવામાં આવશે, તો મને જામનગર ની જનતા પર ખુબ ભરોસો છે કે વેપીસી ની ઇવેન્ટ માં ફરીથી ભાગ લેશે અને શહીદો ને પણ સપોર્ટ કરશે, 
અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે, પ્રહલાદ અને  હિરણ્યકશ્યપ નો ઇતિહાશ આપડે બધા જાણીયે છીએ અને અસત્ય સામે સત્ય ની જીત માટે આપડે વર્ષો થી આ પરંપરા જાળવી રાખી છે, અને તાજેતર માં પણ પાકિસ્તાન ને ધૂળ ચટાવી ને ફરીથી અસત્ય સામે સત્ય ની જીત નજરે જોઈ છે તો આવો આપડે બધા મળી ને આ વર્ષે દેશ માટે અને આપડી પરંપરા માટે ઉત્સહવ માનવીએ સાથે મળી અભિનંદન ને અભિનંદન આપીયે અને આપડા શહીદો ને યાદ કરતા કરતા તેમના પરિવાર ને સપોર્ટ પણ કરીયે, 
 કેશુડો ધ હોળી કાર્નિવલ તારીખ 21 માર્ચ ધુળેટી ના દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી છે, જેમાં ઓરીજનલ કેસુડો એ પહેલી વખત રૈન ડાન્સ માં ઉપયોગ થવાનો છે, સાથે સાથે ઓર્ગેનિક કલર, સ્ટેજ ,સાઉન્ડ, ઇન્ડિયન આઇડલ સિંગર - યુતિકા વર્મા , ઇન્ટરનૅશનલ ડીજે પરફોર્મર ડીજે હેમઝ, અને તેના સથવારે ડીજે કિશન, ઇન્ડિયન આઇડલ માં જેને પોતાના ઢોલ થી સમગ્ર ઇન્ડિયા માં જાણીતા એવા આપડા ખંભાળિયા ના ફેમસ ઢોલી કાસમ કુંભિયા - અને સમગ્ર ગુજરાત માં જેને પોતાના ઢોલ થી ધૂમ મચાવતા ઢોલી અસ્લમ એન્ડ અસ્લમ પણ ફાયર ડ્રમર થી આકર્ષણ નું  કેન્દ્ર બનશે, જોકર બની હંમેશા લોકો ને હસાવતા અને રોવડાવતાં સમગ્ર ગુજરાત ના ચહિતા જોકર સચિન પણ બાળકોની સાથે ખુબ મસ્તી કરાવવા જામનગર આવી રહ્યા છે, બાળકો પણ મન ભરીને ધુળેટી નો આનંદ લઇ શકે એના માટે પણ ખુબ સરસ પ્લાનિંગ કર્યો છે, સાથે સાથે વંદે માતરમના ગીત પાર દેશ ના વીરો ને પણ યાદ કરવાનો મોક્કો પણ મળશે, અને  ટીજીબી નું રજવાડું એટલે એક સુંદર મજાનું ગ્રીન લોન વાળું સ્થળ એટલે આ વર્ષ ની હોળી જામનગરીયન માટે યાદગાર બની રહેશે.
સિંગલ પાસ રૂ  250/  અને કપલ પાસ 450/ આપડા બજેટ પ્રમાણે જ રાખેલ છે જેમાંથી 50% શહીદો ને જમા થવાના છે 
નાસ્તો - ઠંડા પીણાં - અને જમવા માટે TGB નું જ ખુબ સરસ ફૂડઝોન બનાવેલું છે, અને એ પણ ખુબ વ્યાજબી ભાવથી ત્યાં બધી વસ્તુઓ મળવાની છે જે પૈસા અલગ થી ખર્ચ કરવાના છે આપડા બજેટ પ્રમાણે, 
પાસ માટે આપણે ઓનલાઇન bookmyshow.in  માંથી એડવાન્સ બુક કરાવી શકાશે।