વડાપ્રધાનની મુલાકાત પૂર્વે 
જામનગર મોર્નિંગ - જામનગર 
વડાપ્રધાનની મુલાકાત પૂર્વે માહોલ ઉભો કરવા આવતીકાલે  જામનગર જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં ભાજપની વિજય વિશ્વાસ બાઈક રેલી યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી સોમવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા યુવા મોરચાના સહયોગથી આવતીકાલે  જામનગર જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં વિજય વિશ્વાસ બાઈક રેલી યોજનાર છે. આ રેલી જામનગર ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર વિસ્તારમાં ફરશે. કાલાવડની એક બીજી રેલી ધ્રોલ-જોડિયા વિસ્તારમાં નીકળશે. શરૂઆત સિક્કા પાટીયેથી સાંસદ પુનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ સુરેશભાઈ વશરા દ્વારા કરાવાશે અને બાદ રેલી વરૂડી ખાતે પહોંચી સભાના રૂપમાં ફેરવાઈ જશે .