પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંઃ વાડીએ જતી વેળાએ બન્યો બનાવ

જામગનર મોર્નિંગ -જામનગર
જોડીયાના પીઠડ ગામે મોટર સાયકલ હડફેટે સાયકલ સવાર યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે, આ બનાવ અંગે મોટર સાયકલ ચાલક સામે જોડીયા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના પીઠડ ગામે રહેતા જીતેશભાઇ ભૂપતગીરી ગોસ્વામી (ઉ. ૪૫) નામનો યુવાન સાયકલ લઇને વાડીએ જતો હોય દરમ્યાન ગામનો જ હિતેષ વશરામભાઇ પઢીયાર નામનો શખ્સ જીજે-૧૦-સીએસ-૬૧૯૧ નંબરનું મોટર સાયકલ પૂરઝડપે ચલાવી નીકળતાં સાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જતા જીતેશભાઇનું માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે મોટર સાયકલ ચાલક હીતેષભાઇ પઢીયાર સામે મૃતકના ભાઇ રાજેશગીરી ગોસ્વામી દ્વારા જોડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.